વિસનગર: કાંસા ગામના મહિલા સરપંચના પતિ પર હુમલો કરનાર શખ્સોનું પોલીસે રી કન્સ્ટ્રકશન કરાવ્યું
વિસનગર તાલુકાના કાંસા ગામમાં વીજળીના પ્રશ્ને શરૂ થયેલા વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું હતું. ગામના ત્રણ શખ્સોએ મહિલા સરપંચ ક્રિષ્ણાબેન પટેલના પતિ ભરતભાઈ પટેલ અને પુત્ર વિશાલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ભરતભાઈના ગળામાંથી ₹1.50 લાખની કિંમતનો સોનાનો દોરો પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. જે મુદે ફરિયાદ નોંધાઈ હતી. જેના બાદ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઈ તેમનું રી કન્સ્ટ્રકાશન કરાવ્યું હતું.