રામકૃષ્ણ શારદા સેવાશ્રમ,અંજાર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ઉજવણી ઉપલક્ષ્યમાં અંજાર શહેરની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિધાર્થીઓ સ્વામીજીના વિચારોથી અવગત થાય અને તેઓમાં છૂપાયેલી ભરપૂર શક્તિ માર્ગદર્શન અને પ્રેરણા દ્વારા બહાર લાવવા શાળાના વર્ગ-૨ આચાર્ય શ્રી જયેશભાઈ પીઠડીયાના માર્ગદર્શન હેઠળ શેઠ શ્રી ડી. વી. હાઈસ્કૂલ મધ્યે નો. ૯ થી ૧૨ ના વિધાર્થીઓ માટે એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.