જૂનાગઢ તાલુકાના સરગવાડા વિસ્તારમાં એક કારખાના પાસે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ભરબપોરે થયેલી આ ચોરીના બનાવ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સરગવાડા સ્થિત 'હિન્દ પોલીમર્સ' કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સુજીતકુમાર રાજનારાયણ યાદવએ પોતાની મોટરસાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી