જૂનાગઢ: અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને મજેવડી દરવાજા નજીકથી શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી ચોક્કસ માહિતી મળેલ કે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો આરોપી સાગર દિલીપભાઈ ધારુકિયા ભોગ બનનાર સાથે મજેવડી દરવાજા પાસે હોવાની માહિતીના આધારે તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ જેની ગુન્હા ના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.