થાનગઢ ખાતે રહેતા ખેત મજૂરી કરતા પરિવારની 17 વર્ષની સગીર દીકરી 30 જાન્યુઆરીએ કુદરતી હાજતે જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં પરત ફરી ન હતી. પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી પરંતુ સગીરાનો કોઈ પત્તો ન લાગ્યો. તપાસ દરમિયાન સગીરાના સંપર્કમાં રહેલા વિપુલભાઈ બિજલભાઈ સરવૈયા પણ ઘરેથી ગાયબ હોવાનું સામે આવ્યું. અંતે સગીરાના માતા દ્વારા થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવી છે.