ધાનેરા: શેરગઢ ગામના તળાવને નર્મદા પાઈપલાઈનથી ભરવાની માંગ.
ધાનેરા તાલુકામાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની કરોડોની યોજનામાં શેરગઢ ગામના આગેવાનો દ્વારા મુખ્ય તળાવને પાઈપલાઇન સાથે જોડવાની રજૂઆત કરી હતી. પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તળાવ ભરાશે તો ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ થશે.