ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો .મળતી વિગતો અનુસાર ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર માલિશ્રી નદીના પુલ પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ટ્રકનું આગળનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કન્ટેનર ટ્રક નદીના પુલ સાથે અથડાયો અને અકસ્માત સર્જાયો હતો, જો કે સદની આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા