થરાદ: તીર્થગામ પંચાયતનો દારૂબંધીનો કડક ઠરાવ:દારૂ વેચનાર કે પીનારને ₹11,000 દંડ થશે
વાવ તાલુકાના તીર્થગામ ખાતે ગ્રામ પંચાયતે દારૂબંધી અને વ્યસનમુક્તિ માટે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં ગામલોકોએ સર્વસંમતિથી દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઠરાવ મુજબ, દારૂ વેચનાર કે પીનારને ₹11,000નો દંડ ફટકારવામાં આવશે.