આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી પ્રમાણે કાલોલ શહેરમાં આવેલ એક મકાનમાં ગઈ કાલે શહેરાના એક યુવક મરણ થયેલ હાલતમાં મળી આવ્યો હતો.જેની પોલીસ તપાસ બાદ લાશ કાલોલ રેફરલ હોસ્પિટલમા PM રૂમમાં મૂકી હતી.પરંતુ ચોવીસ કલાક પૂરા થવાના સમય હતો તેમ છતાં PM ના થતાં લોકો રોષે ભરાયા હતા અને મહિલા ડોક્ટર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.જો કે અંતમાં પેનલ PM કરવામાં આવ્યું હતું.