ભાવનગર: શામમપરા ગામે આવેલ ખાનગી કંપનીમાં ડિઝાઇનની ચોરી કરતા ઈસમ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો
શામપરા ગામે આવેલ કંપનીમાં કામ કરતા કોમ્પ્યુટર ડિઝાઇન ઓપરેટર સરદારભાઈ જીલુભાઈ ખેર કંપનીની મશીનરીની ડિઝાઇન પેન્ડ્રાઈવમાં કૉપી કરી જતો હોય કંપનીના ડાયરેક્ટર વલ્લભભાઈ વિરડીયા અને તેમના ભાઈ હસમુખભાઈએ CCTV ચેક સમગ્ર મામલો સામે આવ્યો હતો.જેની પાસે પેન્ડ્રાઇવ માંગતા આ વ્યક્તિ ઉશ્કેરાઇ ગયો હતો અને કંપનીના બંને ભાઈઓને ગાળો આપી તેમજ “બહાર નીકળશો તો મારી નાખીશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો