મોરબીમાં દલવાડી સર્કલ પાસ આજે સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આઈસરે સ્કૂટર લઈને જઈ રહેલા વૃદ્ધને હડફેટે લેતા તેઓને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ વેળાએ ટ્રાફિક પોલીસે તુરંત એક રીક્ષા બોલાવી વૃદ્ધને સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. ઉલ્લેખનીય છે કે આ સર્કલે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ઉપરાંત છાસવારે અકસ્માત પણ નોંધાઈ છે.