ચોટીલા: ચોટીલા થાન રોડ પર અકસ્માત: ટ્રેક્ટરની અડફેટે આધેડનું મોત, ચાલક ફરાર પોલીસ એ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ચોટીલા થાન રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટરની હડફેટે એક આધેડનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જ્યો બાદ ટ્રેક્ટર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.