થરાદ: થરાદ-ડીસા હાઇવે પર અસાસણ નજીક એક અકસ્માત સર્જાયો
થરાદ-ડીસા હાઇવે પર અસાસણ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલરની ટક્કરે મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પ્રાથમિક માહિતી અનુસાર, થરાદ તરફથી આવી રહેલા એક ટ્રેલરે લાખણી તરફથી આવી રહેલા બાઇક સવારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ટ્રેલરના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું.