ગોધરા: કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે બે મહિલાઓ વચ્ચે મામલો બિચકયો હતો, પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે
ગોધરા શહેરના કનેલાવ વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસે આવેલ જોય બંગલોઝ નજીક બે મહિલાઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ગત 23 ડિસેમ્બરના રોજ સવારના સમયે જોય બંગલોઝમાં રહેતા ભાવનાબેન અલ્પેશભાઈ પરમાર પોતાના ઘરે હાજર હતા, ત્યારે લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન નામની મહિલાએ તેમના ઘર પાસે આવી બુમાબુમ કરી હતી. અપશબ્દો બોલીને ઝપાઝપી કરતા ભાવનાબેનને ગેબી માર વાગ્યો હતો. સમગ્ર બનાવ અંગે ભાવનાબેન દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવવામા