આજે તારીખ 16/10/2025 બુધવારના રોજ સાંજે 4 કલાક.qe સુધીમાં ઝાલોદ એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર, કંડકટર તથા મિકેનિક સ્ટાફ માટે આગ સુરક્ષા સંબંધિત પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન વિભાગીય સુરક્ષા ટીમ દ્વારા આગ લાગવા જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ફાયર બોટલ (ફાયર એક્સ્ટિંગ્વિશર) નો સમયસર અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી. સ્ટાફ સભ્યોને પ્રાયોગિક રીતે પણ ફાયર બોટલ ચલાવવાની રીત બતાવવામાં આવી.