જૂનાગઢ: મનપાના કોંગ્રેસ કોર્પોરેટર સોનલબેન રાડા નું સભ્યપદ રદ થયા મામલે વિપક્ષ નેતા લલિત પરસાણાની પ્રતિક્રિયા
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેન રાડાનું સભ્યપદ રદ થયું છે.જે મામલે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા એ પ્રતિક્રિયા આપી ભાજપની સરકાર સામે આકરા આક્ષેપો કર્યા છે. તેમને કહ્યું કે સોનલબેન ને મામલતદાર દ્વારા 2016 માં પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જે તમામ વેરિફિકેશન બાદ જ મળે છે. એટલું જ નહીં 2009માં તેમના પિતાનું પણ જાતિનુ પ્રમાણપત્ર ઉપલબ્ધ છે. આ મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.