રાજકોટ પૂર્વ: રાજકોટમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન: 71 ટીમો દ્વારા 10 દિવસમાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે
રાજકોટમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન: ૧૦ દિવસમાં ૭૧ ટીમો દ્વારા ૨.૩૫ લાખ હેક્ટર જમીનનો સર્વે થશે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ, ખેતીવાડી અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી માટે ટીમોની રચના કરવામાં આવી છે.જિલ્લામાં થયેલા નુકસાન અંગે અધિક કલેકટર એ.કે. ગૌતમે નિવેદન આપ્યું હતું.