માલપુર: માલપુરમાં વાલ્મિકી સંગઠનનો અક્કોસ પ્રતિક ઉપવાસ – પાણીના નિકાલ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગ.
માલપુરના વાલ્મિકી આશ્રમ આગળ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા તથા ખોટું બાંધકામ દૂર કરવા માટે આજે વાલ્મિકી સંગઠન દ્વારા તાલુકા પંચાયત કચેરી સમક્ષ અક્કોસ પ્રતિક ઉપવાસ યોજાયો હતો.સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે બપોરે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સંગઠનના જણાવ્યા મુજબ,જો માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.