ધોળકા: ધોળકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના ખેત પાકને વ્યાપક નુકશાન, સહાય ચૂકવવા ખેડૂતોની માંગણી
ધોળકા તાલુકામાં પાંચ દિવસ કમોસમી વરસાદ પડતા ડાંગર, કપાસ, શાકભાજી, દિવેલા, ઘાંસચારો અને ફૂલો સહિતના ખેત પાકને વ્યાપક નુકશાન થયું છે ત્યારે આજરોજ તા. 02/11/2025,રવિવારે બપોરે બૅ વાગે પીસાવાડા ગામની સીમની તથા સાંજે ચાર વાગે ધોળકા ખાતે પુલેન સીમ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ જાત માહિતી મેળવવામાં આવી હતી. ખેડૂતોએ વળતર ચૂકવવા અને દેવા માફ કરવા માંગણી કરી છે.