ઉધના: રૂપિયા 26.34 લાખના ગોલ્ડ દાણચોરી કેસમાં વધુ એક આરોપીની sog એ કાદરશા ની નાળ વિસ્તારમાંથી કરી ધરપકડ
Udhna, Surat | Sep 17, 2025 સુરત એસઓજી દ્વારા મહિધરપુરા વિસ્તારમાંથી 16 સપ્ટેમ્બરે રૂપિયા 26.34 લાખની કિંમતના દાન ચોરીના ગોલ્ડ સાથે અંકિત માલવિયાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ માં પેસ્ટ સ્વરૂપે લાવવામાં આવેલ દાન ચોરીનું આ ગોલ્ડ સુરતના અમિત જગદીશ સોની ને સપ્લાય કરવાનું હતું. જેથી દુબઈ બેઠેલી માસ્ટર માઈન્ડ નિરાલી રાજપુત, અક્રમ અને અમિત સોની ને વોન્ટેડ જાહેર કરાયા હતા. દરમિયાન sog એ બુધવારે સાંજે ત્રણ થી ચાર વાગ્યાના સમયે કાદરશા ની નાળ ખાતેથી અમિત જગદીશ સોનીને ઝડપી પાડ્યો હતો.