ગણદેવી: નવસારીથી ચેન સ્નેચિંગ કરિ ભાગનાર આરોપીને ગણદેવી પોલીસે ઝડપ્યો, DYSP એ આપી માહિતી
નવસારીમાં ચેન સ્નેચિંગના આરોપીને સીસીટીવીના આધારે પોલીસે લોકેશન ચેક કરી આરોપીઓ મુંબઈ તરફ ભાગતા હોવાનું ધ્યાન આવ્યું. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને સવારે 10 વાગ્યે ગણદેવી તાલુકાના ખારેલ ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બંનેને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર, નંબર વગરની Pulsar બાઈક, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. DYSP એ આ સમગ્ર બાબતે માહિતી આપી હતી.