પીપોદરા,સાયણ અને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ માં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ,ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ
Majura, Surat | Nov 2, 2025 સુરત સહિત જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં અસામાજિક તત્વોના આતંકના પગલે વિવર્સ અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. રવિવારના રોજ સાંજે 7:45 કલાકે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાતામાં કામ કરતા કામદારોને ભયમુક્ત રીતે કામ.કરવા આગ્રહ કર્યો હતો.એટલું ન જ નહીં પરંતુ જો આવા અસામાજિક તત્વો દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.