માણાવદર પંથકમાં છેલ્લા ચાર દિવસથી અનુભવાયેલી સારી ઠંડીના રાઉન્ડથી ઘઉં સહિતના રવિ પાકોને નોંધપાત્ર ફાયદો થયો છે. ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાન 10 થી 11.5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા પાકની વૃદ્ધિ અને વિકાસ સારો જોવા મળ્યો હતો. જોકે પાંચમા દિવસે લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો નોંધાતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અગાઉ થોડા દિવસો સુધી મિશ્ર વાતાવરણ રહેતા પાકમાં રોગ આવવાની શક્યતા વધી હતી