વાવ: લોદરાણી ગામે વરસાદી પાણી પડી રહેવાથી 30 ટકા જમીન ક્ષાર વાળી બની ગઈ..
એક મહિના અગાઉ સરહદી પંથકમાં આવેલ વરસાદને લઈને હજુ પણ કેટલાય ગામોના ખેતરો વરસાદી પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યા છે સરહદી પંથકમાં 2015 17 અને 25 માં અનાધાર વરસાદને કારણે કેટલી જમીનો બંજર એટલે કે ક્ષારવાળી બની ગઈ છે. ત્યારે વાત કરવામાં આવે તો લોદરાણી ગામે સતત ખેતરોમાં પડી રહેલા વરસાદને લઈને જમીન ક્ષારવાળી બની ગઈ છે બીજી બાજુ સતત પડી રહેલા પાણીને લઈને ચોમાસુ પાક પણ પાણીમાં સડી ગયો છે .અને પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.