આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ સવારે 11 કલાક સુધીમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત લિટલ ફ્લાવર સ્કૂલ, દાહોદ ખાતે સોમવાર 12 જાન્યુઆરી 2026ના રોજ યુવા દિનની વિશિષ્ટ અને અર્થપૂર્ણ ઉજવણી કરવામાં આવી.સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમના વિચારધારાને અનુરૂપ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું. શારીરિક સક્ષમતા અને વાંચનના સંતુલન પર ભાર મૂકતાં કન્યાઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા.