મોડાસા: સરકારી એન્જિનિયરિંગ કૉલેજ ખાતે ફાયર સેફ્ટી મોક ડ્રીલ યોજાઈ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં એન્જિનિયરિંગ કોલેજ ખાતે મોકડ્રિલ યોજાઈ, જેમાં લીડીગ ફાયરમેન પારધી દિલીપભાઈ, પટેલ પાર્થ, અને નિકુંજભાઈ પટેલ તરફથી ખુબજ સુંદર બચાવની કામગીરી કરવામાં આવી હતી. આ મોકડ્રિલ બાદ ત્યાંના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.