ભરૂચ રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ ગોદી રોડ ઇન્દિરા નગર તરફ જતા માર્ગ ઉપર ઉભેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા પાસે રહેલ બેગમાંથી વિદેશી દારૂની 106 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 10 હજારનો દારૂ અને એક ફોન મળી કુલ 15 હજારથી વધુના મુદ્દામાલ સાથે બીલીમોરાના ગાયકવાડ મિલની ચાલ ગેટ સામે રહેતો દિપક સુખસેન ધોબીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.