ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે યોજાયેલી એથ્લેટિક સ્પર્ધામાં મહુધા તાલુકાની એસ.પી. શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થી સુનિલકુમાર જગદીશભાઈ સોઢાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અંડર-17 ભાઈઓની 800 મીટર દોડ સ્પર્ધામાં સુનિલકુમાર જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યા હતા. આ સિદ્ધિથી તેમણે શાળા અને મહુધા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.