વાંસદા: ઉનાઈ ગામે ફટાકડા વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને — અનંત પટેલના વિરોધ સામે ભાજપ અગ્રણીનું નિવેદન
Bansda, Navsari | Oct 20, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ફટાકડા વેચાણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ સર્જાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે લાયસન્સ વિના ફટાકડાની દુકાનો ચાલી રહી હોવાનો આક્ષેપ કરી કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ધારા સભ્ય અને કોંગ્રેસી કાર્યકર્તાઓને સમજાવીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. બીજી તરફ ભાજપે અનંત પટેલના આ પગલાને હિન્દુ વિરોધી ગણાવતાં ભાજપના નેતા લોચન શાસ્ત્રીએ તીખા પ્રહાર કર્યા છે.