ખંભાત કોલેજના એમ.કોમ વિભાગના હેડ ડૉ. હસન રાણા છેલ્લા ચાર વર્ષથી 'E-Fasting' (મોબાઈલ ઉપવાસ) નું અનોખું જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનને હવે છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે તેમણે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ દરખાસ્ત મોકલી છે.ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ઉજવાતા "બેગ લેસ ડે" દરમિયાન આ લોકગીતનું ગાન કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.