તિલકવાડા તાલુકાના વાકોલ આને ગોચરિયા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર નવાર બોર મોટરના વાયરની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. અને ગઈ કાલે મોડી રાત્રે પણ ચાર ખેડૂતોના ખેતરમાંથી અંદાજિત 250 થી 300 ફૂટ જેટલા બોર મોટરના વાયરો જેની અંદાજિત 30.000 ની કીમત ના વાયરો ની ચોરી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વ્હેલી ચોર ઈસમોને ઝડપી પાડવા માટે ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે