ખેરાલુ: સિદ્ધપુર ચોકડી નજીક હીટ & રનની ઘટનામાં વૃદ્ધનું મોત નિપજ્યું
15 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:12 કલાકે સિદ્ધપુર ચોકડી પર બની રહેલા ડિવાઈડરના કારણે રોંગ સાઈડ આવેલા રહેલા ટર્બા ચાલકે ચોકડીથી થોડે દુર રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયાની હાજર લોકો પાસે માહિતી સામે આવી છે. ટક્કર મારીને ટર્બો ચાલક નાસી છૂટ્યો હતો જ્યારે મૃતક વૃદ્ધની ઓળખ દેવીપુજક લખાભાઈ તરીકે થવા પામી છે. પોલીસ અને 108 ઘટના સ્થળે આવી વધું કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે આસપાસ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.