નવસારી: બીલીમોરામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો — પોલીસે તપાસ શરૂ કરી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેસરા ખાતે ચાંદની ચોક સોસાયટી સામે આવેલ ઓવરબ્રીજના બીમ પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા હલચલ મચી ગઈ હતી. સફાઈ કામદાર કિરીટભાઈ સોલંકી દ્વારા ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષની વચ્ચે હોવાનું જણાય છે, પરંતુ તેનું નામ-સરનામું હજી સુધી બહાર આવ્યું નથી.