વડોદરા પૂર્વ: હાઈવે પર ટ્રાફિક પોલીસ ત્રાટકી: ટ્રાફિક ને અડચણરૂપ વાહન પાર્ક કરનારાઓ માં ફફડાટ
રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા ચાલકો પર શહેર ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે.આજરોજ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બનતા કેટલાક ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસે કુલ બે વાહનો જપ્ત કર્યા હતા તેમજ 35 ભારદારી વાહનો ને દંડ ફટકારવામાં આવ્યો હતો.તો સાથે જ દસ જેટલા વાહનચાલકો ને સમાધાન શુલ્ક ની પાવતી આપવામાં આવી હતી.તેમજ ફરીથી ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.