વડોદરા પૂર્વ: આયુર્વેદિક વિભાગ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ
વડોદરા શહેરમાં ધન્વંતરી જયંતિની ઉજવણી અનોખી રીતે કરાઈ. આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરાના સંકલનથી સરકારી આયુર્વેદ દવાખાના, સયાજીગંજના મેડિકલ ઓફિસર દ્વારા જલારામ ટ્રસ્ટ, માંજલપુર મહાદેવ મંદિર, મંગલેશ્વરના સહયોગથી સહયોગ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આ સ્પર્ધામાં કુલ 68 જેટલા સ્પર્ધકોએ વિવિધ વય જૂથ પ્રમાણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.