અડાજણ: સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા: અલીરાજપુરની કુખ્યાત 'ચૌગડ ગેંગ'નો રીઢો તસ્કર ઝડપાયો
Adajan, Surat | Jan 27, 2026 સુરત: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીનો આતંક મચાવનાર મધ્યપ્રદેશની કુખ્યાત 'ચૌગડ ગેંગ'ના એક રીઢા ગુનેગારને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રીતેશ નસરિયા ચૌગડ કુલ 13 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રીતેશ ચૌગડ તેના વતનમાં છુપાયો છે. જેના આધારે પોલીસની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી પોલીસ મથક હેઠળ આવતા સુમનિયાવત ગામ પાસે વોચ ગોઠવી હતી.