વડોદરા ના યુવા સાંસદ ડો.હેમાંગ જોશીનું ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ભવ્ય સ્વાગત કરાયુ,ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપાયા બાદ,વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડો. હેમાંગ જોશીનું સયાજીગંજ વિધાનસભા ના કાર્યાલય ખાતે ધારાસભ્ય કેયુર રોકડિયા સહીત ભાજપ ના નેતાઓ કાર્યકરો દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતુ.