ધ્રાંગધ્રા: સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં જનમંગલ મહોત્સવ ની ધૂમ આમંત્રણ રથનું રામકૃષ્ણદાસજી સ્વામીએ ભવ્ય પ્રસ્થાન કરાવ્યું
ધાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થવા સાથે સાથે લોકકલ્યાણ માટે શરૂ કરાયેલ શ્રીહરિ યજ્ઞશાળા ને ૧૫ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે તથા સંસ્થા દ્વારા દર્દીઓને રાહતદરે આરોગ્યસેવા પુરી પાડવાના હેતુથી ૧૦૮ બેડની આધુનિક સુવિધાસહિત નવનિર્મિત સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય જનમંગલ મહોત્સવ 1 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી ધામધૂમપૂર્વક યોજાશે.