અબડાસા: જખૌમાં મૃત વ્યક્તિને જીવિત બતાવી જમીન પડાવી લેવાઈ
Abdasa, Kutch | Sep 19, 2025 અબડાસા તાલુકાના જખૌ ગામની સીમમાં આવેલી જમીનનું બોગસ દસ્તાવેજ કરી ખોટી નોધ પડાવી જમીન નામે કરાવી લેવા મામલે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોધાઈ છે.સીંગાપોર રહેતા વ્યક્તિના મૃત પિતાને જીવિત બતાવી મુંબઈના ત્રણ શખ્સોએ નલિયા સબરજીસ્ટાર કચેરીમાં ખોટા આધારો રજુ કરી સ્થાનિક વ્યક્તિ સાથે મળી કાવતરૂ રચ્યું હોવાનું સામે આવ્યું છે