માણાવદર તાલુકાના બાંટવા શહેરમાં આજ રોજ બાંટવા નગરપાલિકા દ્વારા વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક તેમજ વાણિજ્ય વિસ્તારોમાં રસ્તાઓ, ગલીઓ અને જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી હતી. મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન તૂટેલી પતંગો અને કચરો રસ્તાઓ પર પડ્યો હોવાને કારણે આ અભિયાન યોજાયું હતું. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.