જૂનાગઢ: જિલ્લા કલેકટરે માછીમારી માટે ગયેલ તમામ બોટો અને હોડીઓ ને તાત્કાલિક અસરથી દરિયા બહાર પરત આવી જવા સૂચના કરી
જુનાગઢ જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તારીખ 30 ઓક્ટોબર સુધી ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવવાનો હોય ત્યારે દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટો અને હોડીઓ મેં તાત્કાલિક અસરથી પરત આવી જવા જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણા વસિયા દ્વારા સુચના આપવામાં આવી છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ વિનંતી કરાઈ છે. 28 ઓક્ટોબર 2025 અને મંગળવારના રોજ એક કલાકની આસપાસ સૂચના કરવામાં આવી છે.