આજરોજ તા. 30/10/2025, ગુરૂવારે બપોરે 12 વાગે ધોળકા ખાતે સર્કિટ હાઉસમા અમદાવાદ ઝોનની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક અમદાવાદ નગરપાલિકા ઝોનના પ્રાદેશિક કમિશનર ડો. પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, એડિશનલ કલેકટર વી. આઈ. પ્રજાપતિ, ચીફ ઓફિસર વર્ગ -1 હર્ષભાઈ બ્રહ્મભટ્ટ તથા નગરપાલિકાઓના પ્રમુખો અને ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા.