વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે રૂ. 957 કરોડના નવીન વિકાસ કાર્યોનું લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વરદહસ્તે શહેરના વિકાસને નવી દિશા આપતા આ મહત્વપૂર્ણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.