બારડોલીથી કડોદરા જતા રોડ પર આવેલ દસ્તાન રેલવે ઓવરબ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઇવા ડમ્પર (નં. DD 02 G 9818) ના ચાલકે બેફામ ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી આગળ જઈ રહેલી બજાજ કંપનીની સિટી હન્ડ્રેડ મોટરસાયકલ (નં. GJ 19 BC 3631) ને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જયંતિભાઇ પ્રતાપભાઇ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પાછળ બેઠેલી પત્ની પદમાબેન જયંતિભાઇ પરમારને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક નાસી ગયો