ધોળકા: ધોળકામાં રેલવેશ્વર મહાદેવ ખાતે દિવાળી નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોને કપડાં વિતરણ કરાયા
તા. 17/10/2025, શુક્રવારે સાંજે 6 વાગે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે લાણા રોડ ઉપર આવેલ રેલવેશ્વર મહાદેવ ખાતે દિવાળી નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોને નવા કપડાં વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધોળકાના સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે બાળકોને કપડાં વિતરણ કરાતા બાળકો ખુશ થઈ ગયા હતા.