વાંકાનેર: વાંકાનેર એસટી ડેપો ખાતે કર્મચારીઓનો નિવૃત્ત વિદાયમાન સમારોહ યોજાયો....
Wankaner, Morbi | Sep 22, 2025 વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે ગઇકાલે બાપા સીતારામ ગ્રુપ-એસ. ટી. પરિવાર, રાજકોટ વિભાગ કર્મચારી મંડળના પ્રમુખ તથા વાંકાનેર ડેપો દ્વારા એસટીમાં ફરજ બજાવી નિવૃત્તિ થતા કર્મચારીઓના વિદાયમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરા, ગાયત્રી મંદિર મહંત અશ્વિનભાઈ રાવલ, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ઝાલા, વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમાર દ્વારા કર્મચારીઓ સન્માનિત કર્યા હતા.