આજે તારીખ 18/11/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ગ્રામ પંચાયત સરપંચ શીલાબેન વિજયભાઈ મોરીની અધ્યક્ષતામાં લીમડી ગ્રામ પંચાયતની માસિક સામાન્ય સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું. ડેપ્યુટી સરપંચ કુલદીપ મોરી,તલાટી કમ મંત્રી કિરણ મછાર,તેમજ ગામના વોર્ડ સભ્યો તથા સંબંધિત અધિકારીઓ-કારકુનોની ઉપસ્થિત રહ્યા. સભા દરમિયાન ગામના વિકાસીય કાર્યો, પાણી પુરવઠો, સ્વચ્છતા અભિયાન, લાઈટ વ્યવસ્થા, વેરા વસૂલી, રસ્તા-ગટર સુધારણા, તેમજ સામાજિક કલ્યાણ યોજનાઓ વિશે ચર્ચા.