આજે તારીખ 19/12/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર ગામની અનેક બહેનોને ગેસ બોટલ સમયસર ન મળતુ હોવાની તેમજ એજન્સીની બેદરકારી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ સમસ્યાઓના કારણે બહેનોને રોજિંદા જીવનમાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી.રજુઆતમાં માંગ કરવામાં આવી છે કે સંજેલી ગામમાં ગેસ વિતરણની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવે.