ઓલપાડ: માવઠાને લઈને સેલુટ ગામની મુલાકાત DY.CM હર્ષ સંઘવી એ લીધી.
Olpad, Surat | Nov 1, 2025 સુરત સહિત દકિ્ષણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં, જ્યાં ડાંગરનું સૌથી વધુ| વાવેતર થાય છે, ત્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા.