અડાજન બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશન અને પિલર ના કારણે પડનારી ટ્રાફિક સમસ્યાને લઈ લોકોમાં રોષ છે. શુક્રવારે સાંસદ મુકેશ દલાલ ને લોકોએ કરેલી રજૂઆત બાદ તેઓએ સ્થળ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. મેટ્રોના જનરલ મેનેજર જોડે પણ વાતાઘાટ કરી હતી. સ્થાનિક લોકો, કોર્પોરેટર, સોસાયટીના પ્રમુખ હાજર રહ્યા હતા.અધિકારી દ્વારા પણ પ્લાન નો નકશો રજૂ કરાયો હતો.જે અંગે અધિકારીએ લોકોને સમજણ આપી હતી.